Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પોલીસે કન્ટેનરની લીધી તલાશી, જે મળ્યું તે જોઇ તમે ચોંકી જશો

પંચમહાલ : પોલીસે કન્ટેનરની લીધી તલાશી, જે મળ્યું તે જોઇ તમે ચોંકી જશો
X

અમેરિકા અને

કેનેડાની સરહદ પાર કરાવવા માટે લોકોને કન્ટેનરોમાં ઠસોઠસ ભરીને લઇ જવાતા હોવાનું

તમે જોયું અને સાંભળ્યુ પણ હશે. પણ લોક ડાઉન દરમિયાન ભારતમાં પણ આવા દ્શ્યો જોવા

મળી રહયાં છે. હાલોલ નજીકથી એક કન્ટેનરમાં 55 જેટલા લોકોને રાજસ્થાન લઇ જવાતા હોવાનો

કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

લોકડાઉનની

સ્થિતિ બાદ વાહનો બંધ હોવાથી લોકો પગપાળા પોતાના વતનોમાં જઇ રહયાં છે. શનિવારે રાત્રીના બે વાગ્યાના અરસામાં

હાઈવે પરના મધવાસ સ્થિત એક પેટ્રોલ પંપ પર એક કન્ટેનર આવતા કાલોલ પોલીસે કન્ટેનર

અટકાવીને તેની તલાશી લીધી હતી. કન્ટેનરમાંથી 55 જેટલા સ્ત્રી અને પુરુષો તેમના બાળકો

સાથે મળી આવ્યાં હતાં. આ તમામની પુછપરછ કરતાં તેઓ વલસાડમાં મજુરીકામ કરતાં હતાં પણ

લોક ડાઉન થતાં વતન જયપુર ખાતે જઇ રહયાં છે. કન્ટેનરમાં ઠસોઠસ રીતે મુસાફરોને

ભરવામાં આવ્યાં હોવાથી કન્ટનેરના ડ્રાયવર તથા માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

છે. જ્યારે

કન્ટેનરમાં બેઠેલા તમામ મુસાફરોને વહીવટી તંત્ર દ્વારા રાજસ્થાનની સરહદ સુધી મોકલી

આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Next Story