Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પીએમ આવાસ યોજનામાં સહી કરવાના 6 હજારની લાંચ લેતા તલાટી, ACBએ રંગે હાથ પકડ્યા

પંચમહાલ : પીએમ આવાસ યોજનામાં સહી કરવાના 6 હજારની લાંચ લેતા તલાટી, ACBએ રંગે હાથ પકડ્યા
X

મોરવા હડફ તાલુકાના માતરીયા-વેજમા ગ્રામ પંચાયતના

તલાટી કમ મંત્રી રૂપિયા ૬૦૦૦/-ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયા.

પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાના માતરીયા-વેજમા

ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેટાબુકમાં

સહીઓ કરવા બદલ રૂપિયા ૬૦૦૦/- ની લાંચ લેતા એ.સી.બી. પંચમહાલના હાથે રંગેહાથ ઝડપાઈ

ગયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, મોરવા(હ) તાલુકાના

માતરીયા-વેજમા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ઉષાબેન વીરકાભાઈ

કટારાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેટા બુકમાં સહી કરવા માટે લાંચની માંગણી કરી

હતી. એક પ્રધાનમંત્રી આવાસના ડેટા બુકમાં સહી કરવા માટે રૂપિયા ૨,૦૦૦/- ની માંગણી કરવામાં

આવી હતી. આમ, તલાટી કમ મંત્રી દ્વારા ત્રણ પ્રધાનમંત્રી આવાસના ડેટા બુકમાં સહી કરીને

તાલુકા પંચાયતમાં પહોંચાડવા માટે મહિલા તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર પાસે રૂપિયા

૬,૦૦૦/- ની માંગણી કરવામાં આવી હતી. અરજદાર તલાટી કમ મંત્રીને લાંચ આપવા

માંગતા ન હોય જેથી અરજદારે તલાટી દ્વારા મંગાતી લાંચ બાબતે ગોધરા એ.સી.બી. કચેરીનો

સંપર્ક કર્યો હતો.

એ.સી.બી. ગોધરાએ અરજદારની ફરિયાદના આધારે છટકું ગોઠવી ઉષા બહેન દ્વારા ૬,૦૦૦/-ની લાંચ

સ્વીકારતાની સાથે જ ગોધરા એ.સી.બી. પી.આઈ. જે.એન.ડામોર અને આર.આર.દેસાઈની ટીમે

લાંચની રકમ રૂપિયા ૬,૦૦૦/- સાથે મહિલા તલાટી કમ મંત્રીને ઝડપી પાડયા હતા. માતરીયા-વેજમા ગ્રામ

પંચાયતના મહિલા તલાટી રૂપિયા ૬,૦૦૦/- ની લાંચ લેતાં એ.સી.બી.ના

છટકામાં આબાદ રીતે ઝડપાઈ જતાં મોરવા(હ) તાલુકાની કચેરીઓ અને ગ્રામ પંચાયતમાં ફરજ

બજાવતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Next Story