Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરાના ટીંબા ગામ પાસે SRP ગ્રુપની વાનને નડ્યો અકસ્માત, 11 પોલીસકર્મી ઘાયલ

પંચમહાલ : ગોધરાના ટીંબા ગામ પાસે SRP ગ્રુપની વાનને નડ્યો અકસ્માત, 11 પોલીસકર્મી ઘાયલ
X

ગોધરા SRP ગ્રુપ 5 ના

જવાનો અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તની ફરજ પૂર્ણ કરી પરત

ગોધરા આવતા હતા તે દરમિયાન થયો અકસ્માત. સૂત્રોના જણાવ્યા અનુશાર ટીંબા ગામ પાસે

પોલીસ વાનમાં યાંત્રિક ખામી સર્જાતા પોલીસ વાન પલટી મારી હતી. અકસ્માત દરમ્યાન વાન

પલટી મારતા વાનમાં સવાર 11 પોલીસ જવાનોને નાની મોટી ઇજા પહોંચી હતી, જોકે જાનહાનીના કોઈ સમાચાર મળેલ નથી.

માહિતી અનુશાર અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પોતાની ફરજ બજાવતા ગોધરા જિલ્લાના પોલીસ કર્મી (ગ્રુપ 5) ની વાન નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ ગોધરા મુકામે પરત આવતી હતી. આ દરમ્યાન ટીંબા ગામ પાસે પોલીસ વાનમાં અચાનક કોઈ કારણસર ખામી સર્જાતા, વાન ચાલક પોલીસ કર્મીએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટી મારી ગઈ હતી. 3 દિવસથી પોલીસકર્મીઓ એક્શન મોડમાં હતા. દિવસ રાત પોલીસ કર્મી ફરજ નિભાવતા હતા. અમદાવાદ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમાપ્ત થતાં, પોલીસકર્મીના કાર્યક્રમ અનુશાર ગોધરા પરત ફરતા રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 11 જેટલા પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી, અને તેઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

Next Story