પંચમહાલ : “ I LOVE YOU MY MOM” લખેલી કારમાં થતાં હતાં ગોરખ ધંધા, જુઓ શું છે ઘટના

0

પંચમહાલ જિલ્લાના હાલોલમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એક યુવાન કારમાં ત્રણ જેટલી યુવતીઓને લઇને ફરતો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો છે.

પંચમહાલ જિલ્લામાં એક યુવાન પોતાની કારમાં યુવતીઓને લઇને ફરી રહયો છે. તે મુંબઇથી યુવતીઓને બોલાવી દેહ વ્યાપાર કરાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ઘણા સમયથી આ યુવાન પર વોચ ગોઠવી હતી. પોલીસે ગ્રાહકનો સ્વાંગ રચી યુવાનને ઝડપી પાડતા કુટણખાનાનો પર્દાફાશ થયો હતો. આરોપી યુવાન ગ્રાહકનો સંપર્ક કરી તેમને કારમાં યુવતીઓ પહોંચાડતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની કબજે કરેલી કારની પાછળ “ I LOVE YOU MY MOM” સહિતના લખાણ લખવામાં આવ્યાં છે અને કારના કાચ પણ કાળા રાખવામાં આવ્યાં હતાં. પોલીસની તપાસમાં અનેક ગ્રાહકોના નામ બહાર આવે તેવી સંભાવનાઓ રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here