Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : હાલોલ વડોદરા હાઈવે ઉપર કાર અકસ્માતમાં 3 ના ઘટના સ્થળે મોત, 2 વ્યક્તિઓ ઘાયલ

પંચમહાલ : હાલોલ વડોદરા હાઈવે ઉપર કાર અકસ્માતમાં 3 ના ઘટના સ્થળે મોત, 2 વ્યક્તિઓ ઘાયલ
X

હાલોલ ગોધરા રોડ ઉપર રાવજી રેસિડેન્સી નજીક કારનો અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. પ્રાપ્ત વિગતો અનુસાર બલેનો કારમાં ૫ યુવકો સવાર હતા. જેમાં ૩ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિઓ છોટુભાઈ મિસ્ત્રી, ઋત્વિક પટેલ, મિલેન્દ્ર વર્મા આ તમામ રહેવાસી હાલોલના હતા. જ્યારે ૨ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ નંદુભાઈ પરમાર (ર.હે હાલોલ) અને શાહિદઅલી રીઝવાનઅલી મકરાણી (ર.હે આસોજ) ને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ઉપરોક્ત વ્યક્તિઓમાં ચાર વ્યક્તિ હાલોલના રહેવાસી અને એક આસોજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત

સર્જાતા અકસ્માત સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. અને

૧૦૮ એબ્યુલન્સને જાણ કરવામાં આવતા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવાનોને હાલોલ

રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઘટના સ્થળે પોલીસ કાફલો અકસ્માતના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story