Connect Gujarat
ગુજરાત

પંચમહાલઃ પરિણીતા સાથે સારવારનાં બહાને ડોક્ટરે કર્યા શારીરિક અડપલાં, થઈ ધરપકડ

પંચમહાલઃ પરિણીતા સાથે સારવારનાં બહાને ડોક્ટરે કર્યા શારીરિક અડપલાં, થઈ ધરપકડ
X

સેવાકીય સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલી પરિણીતા સાથે ગેર વર્તણૂંક થતાં નોંધાવી હતી ફરિયાદ

તબીબી ક્ષેત્રને કલંકિત કરનાર કિસ્સો પંચમહાલના જિલ્લાના અડાદરા ગામે પ્રકાશમાં આવ્યો છે. ઈલાજના બહાને ડોકટરે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું ફરિયાદ આવતાં પંથકમાં ચકચાર મચી છે. પરિણીતાએ ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પંચમહાલ જિલ્લાના અડાદરા ગામે ટ્રસ્ટ સંચાલિત જ્યંતી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે દર્દી યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો છે. MBBSની ડિગ્રી ધરાવતા ડોક્ટરની આ હરકતને પગલે તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે. સેવાકીય સંસ્થા તરીકે પ્રખ્યાત અડાદરા ગામેં આવેલી જયંતી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષ થી ફરજ બજાવતા ડોક્ટર પ્રેમનાથ ગુપ્તા પાસે ગામની પરણિત યુવતી પોતાના ઇલાજ માટે હોસ્પિટલમાં આવી હતી.

દરમિયાન પરણિતાને તપાસ કરવાના બહાને કન્સલ્ટિંગ રૂમમાં બોલાવી એકલતાનો લાભ લઈ ડોક્ટરે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ પરિણીતા દ્વારા લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે પરિણીતાએ પરિવારજનોને જાણ કરતા રોષે ભરાયા હતા.

આ કલંકિત ક્રુત્ય કરનાર ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વેજલપુર પોલીસ હરકતમાં આવી હતી. અને ગણત્રીના કલાકોમાં જ ડોક્ટરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ સેવાકીય સંસ્થા સાથે વિશ્વાસ ઘાત કરનાર ડોક્ટર સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ જયંતી હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

Next Story
Share it