પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખાતે આવેલ પુરવઠા નિગમ હસ્તકનાં  સસ્તા અનાજના ગોડાઉન ઉપર મેનેજર મીઠી નિદ્રા માણતા નજરે ચઢયા હતા.

શહેરા તાલુકા ખાતે પુરવઠા નિગમ હસ્તકનાં ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં માલ વિતરણ કરવામાં આવતો હોય છે પરંતુ શહેરાના અનાજ ગોડાઉનમાં ગોડાઉન મેનેજર અને અનાજ માફિયાઓ દ્વારા ગરીબોને આપવાનો થતો અનાજનો જથ્થો સગેવગે કરી નાખવાનાં ગોરખધંધો ધમધમી રહ્યો છે ગોડાઉન મેનેજર અનાજના ગોડાઉનોને ભગવાન ભરોસે મૂકીને પોતાની ફરજ ઉપર જ મસ્ત મજાની ઊંઘ લઈ રહયા છે અને અનાજ માફિયાઓ જ ગોડાઉન નો વહીવટ કરતા હોય અનાજના કટ્ટાના તોલ માપ કરી જથ્થો પોતાની ગાડીઓમાં ભરી હેરફેર થતો હોવાની લોક ચર્ચા ચાલી રહી છે  ત્યારે શું તંત્ર દ્વારા આવા મીઠી નિંદ્રામાં ઊંઘતા ગોડાઉન મેનેજર અને અનાજમાંથી આવો અંકુશ મુકાશે કે કેમ તેવી લોકમાંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here