Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: હાલોલ તાલુકાના કોટમૈડા ગામે ઘાસની અંદર છૂપાવેલો ₹ ૧૪.૫૯ લાખના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો

પંચમહાલ: હાલોલ તાલુકાના કોટમૈડા ગામે ઘાસની અંદર છૂપાવેલો ₹ ૧૪.૫૯ લાખના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
X

હાલોલ રૂરલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના કોટમૈડા ગામે મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણના ઘરે છાપો મારતા ઘરની અંદર અને ઘરના આંગણામાં ઘાસની અંદર સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ₹ ૧૪.૫૯ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ છાપા દરમ્યાન બુટલેગર ઘરે મળી નહિ આવતા તેની વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ વર્તુળ દ્વારા

પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથકના પી.આઈ.એમ.ઝેડ.પટેલને બાતમીદારો દ્વારા

ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કોટમૈડા ગામે રહેતા મહોબતતસિંહ જસવંતસિંહ

ચૌહાણ પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં એકત્રિત કરી

દારૂનો ધંધો કરી રહયો છે. આ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા

બુટલેગર મહોબતસિંહ ચૌહાણના ઘરની અંદર તેમજ ઘરના આંગણામાંથી ઘાસની અંદર દબાવેલો

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જુદી જુદી બ્રાન્ડનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસની રેડ દરમ્યાન

બુટલેગર મહોબતસિંહ ચૌહાણ ઘરે મળી આવેલ નહિ હોવાથી પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન

એકટ મુજબનો ગુન્હો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.હાલોલ તાલુકાના

કોટમૈડા ગામેથી પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા દારૂનો ધંધો કરતા

બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story