Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : વેજલપુરની શાળાના શિક્ષકની બદલીના વિરોધમાં છાત્રોએ કાઢી રેલી

પંચમહાલ : વેજલપુરની શાળાના શિક્ષકની બદલીના વિરોધમાં છાત્રોએ કાઢી રેલી
X

વેજલપુર

પાસે આવેલી રોયણ પ્રાથમિક શાળાના શિક્ષક શિકારી ઈસ્હાક અહેમદહુસેનની

આંતરીક ખટપટો ઉભી કરીને કરવામાં આવેલી બદલી સામે નારાજ વિદ્યાર્થીઓએ આજે પોતાના

અભ્યાસ કાર્યના બહિષ્કારની ચીમકી સાથે જિલ્લા કલેકટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કાલોલ તાલુકાના રોયણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર શિકારી ઈસ્હાક અહેમદહુસેન દ્વારા આ શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓના ઉજ્જવળ અભ્યાસ સાથે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જ્યારથી જાગૃતતાઓ દેખાડી છે, ત્યારથી તેઓ આ શાળાના આચાર્ય અને એસ.એમ.સી.ના અધ્યક્ષની કિન્નાખોરીનો ભોગ બન્યા આ દાસ્તાનનો ભુતકાળ ઘણો લાંબો છે.પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોએ પણ સત્ય આધારિત તપાસો કરવાના બદલે ગત શુક્રવારની સાંજના આ શિક્ષક શિકારી ઈસ્હાક અહેમદહુસેનને એક તરફી બદલીના હુકમ સાથે છુટા કરવામાં આવતા શનિવારની સવારના રોજ રોયણ પ્રાથમિક શાળામાં મામલો ગરમાયો હતો. તેમની બદલીના વિરોધમાં શૈક્ષણિક કાર્યનો સ્વયં ભુ બહિષ્કાર સાથે હાથમાં બેનરો લઈને ગોધરા ખાતે આવી રેલી સ્વરૂપમાં પંચમહાલ કલેક્ટર સમેત જિલ્લા સત્તાધીશોને આવેદનપત્ર આપી બદલી રોકવાની તથા તટસ્થ તપાસની માંગ કરી હતી.

Next Story