આજે બાલ ગોપાલ કૃષ્ણને પ્રિય પંજરી ભોગ ધરવાની તૈયારી તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
પંજરી બનાવવા માટેની સામગ્રી:-
- 2 ટેબલ સ્પૂન ઘી
- 2 ટેબલ સ્પૂન સમારેલી બદામ
- 2 ટેબલ સ્પૂન કાજુ
- 2 ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ
- 1/2 વાટકી મખાના
- 1/4 કપ સૂકા કોપરાનું છીણ
- 1 ટેબલ સ્પૂન ઘી
- 1/2 કપ ધાણા પાઉડર
- 2 ટેબલ સ્પૂન ખસ ખસ
- 1/2 કપ ઈલાયચી પાઉડર
- 1/2 દળેલી સાકર
પંજરી બનાવવા માટેની રીત :-
જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી બનાવવાની રીત જોઈએ સૌ પ્રથમ એક કડાઇમાં 2 ચમચી ઘી લેશુ તેને ધીમા ગેસ પર ગરમ કરીશું એન હવે તેમાં 2 ચમચી સમારેલી બદામ નાખશુ , 2 ચમચી કાજુ હવે તેને 2 થી 3 મિનિટ ધીમા તાપ પર સેકી લેશુ , કાજુ બદામ સેકાય ગયા પછી તેને 1 વાટકીમાં કાઢી લેશુ , ફરી 2 ચમચી સૂકી દ્રાક્ષ ધીમા તાપ પર સેકી લેશુ તેને સેકાય ગયા પછી તે જ કડાયમાં 1/2 વાટકી મખાના ધીમા તાપ પર સેકસુ તેને પણ 2 થી 3 મિનિટ ધીમા તાપ પર સતત હલાવતા રહેવાનું છે જેથી તે બરાબર સેકાય જાય અને ક્રિસ્પી પણ લાગે 1/4 કપ સૂકા કોપરાનું છીણ લઈ સેકવાનું છે, સેકાય ગયા પછી તેને 1 વાટકીમાં કાઢી લેશુ. ફરી 1 ચમચી ઘી લેશુ 1/2 કપ ધાણા પાઉડર 2 થી 3 મિનિટ ધીમા તાપ પર સતત હલાવતા રહેવાનું હવે તેમ 2 ચમચી ખસ ખસ અને 1/2 કપ ઈલાયચી પાઉડર ઉમેરવું અને 3ને મિકસ કરી 1 વાટકીમા કાઢી લેવુ તૈયાર થયેલ ધાણા પાવડર ને ઠંડો થવા દેવુ અને સેકેલા મખાનાના અધકચરા ટુકડા કરી લેવા, અને હવે ધાણા પાઉડરમાં 1/2 દળેલી સાકર,કોપરાનું છીણ, મખાનાના અધકચરા ટુકડા,સેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી તેને બરાબર મિક્ષ કરો તો આ રીતે તૈયાર છે. જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી.
તો વાંચતા રહો શ્રાવણ માસ દરમિયાન કનેક્ટ ગુજરાત પર અવનવી વાનગીઓ.