પ્રારંભીક ક્રિકેટ મેચ પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને પ્રેસ કલબ ઓફ અંકલેશ્વરની ટીમ વચ્ચે યોજાઇ

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા છેલ્લા 15 વર્ષ થી વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે. પ્રારંભીક ક્રિકેટ મેચમાં પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને પ્રેસ કલબ ઓફ અંકલેશ્વરની ટીમ વચ્ચે યોજાઇ હતી. જેમાં પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર ની ટીમ વિજેતા બની હતી.

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં શાંતિમય વાતાવરણ જળવાઇ રહે તેમજ વિવિધ ઇન્સ્ટ્રીઝ ટુર્નામેન્ટમાં જોડાવાથી સંપર્ક તેમજ સબંધ વધે જેથી ઉદ્યોગના બિઝનેશને ફાયદો થાય તેવા આશય  થી 15 વર્ષ થી વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ, કેરમ, ચેસ, ટેબલ ટેનીસ, રસ્સા ખેંચ, દોડ, વોલીબોલ સહીત ની રમતો નું  આયોજન કરવા માં આવે છે.આજ રોજ આ ટુર્નામેન્ટ નું દીપપ્રાગટ્ય કરી ટુર્નામેન્ટ ને ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં પનોલી એસોસિએશન ના પ્રમુખ બી.એસ.પટેલ,સ્પોર્ટ કમિટી ચેરમેન મહેબૂબભાઈ ફિજીવાલા, કિરણસિંહ, પંકજભાઈ ભરવાડા તથા પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર ના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.

PIA દ્વારા વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

PIA દ્વારા વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું#ConnectGujarat #BeyondJustNews

Connect Gujarat यांनी वर पोस्ट केले सोमवार, ७ जानेवारी, २०१९

આ ટુર્નામેન્ટ ની શરૂઆત ક્રિકેટ મેચ થી કરવામાં આવતા પ્રથમ ક્રિકેટ મેચ પનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશની ટિમ અને પ્રેસ કલબ ઓફ અંકલેશ્વરની ટિમ વચ્ચે રમાડવામાં આવી. 16 ઓવર ની મેચમાં પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને 46 રન બનાવ્યા હતા. તો પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર ની ટીમે 6 ઓવર માં 2 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી.

વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ માં 53 ટીમે, કેરમ માં 31 પ્લેયર, ચેસ માં 14 પ્લેયર, ટેબલ ટેનિસ માં 18 પ્લેયર, રસ્સા ખેંચ માં 12 ટિમ, વોલીબોલ માં 12 ટિમ, તેમજ દોડ માં 100 મીટરમાં 29 પ્લેયર અને 200 મીટરમાં 23 પ્લેયરે ભાગ લીધો છે.

LEAVE A REPLY