Connect Gujarat
ગુજરાત

પાનોલી RSPL માં અચાનક લાગી આગ : પાંચ ફાયર ફાઇટરો ઘટના સ્થળે

પાનોલી  RSPL માં અચાનક લાગી આગ : પાંચ ફાયર ફાઇટરો ઘટના સ્થળે
X

પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ RSPL કંપનીમાં એકાએક આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામી હતી.

ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ અને કંપનીઓના સોલિડ વેસ્ટ નું રિસાયકલિંગ કરતી RSPL કંપનીમાં એકાએક આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામી હતી.

જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા અંકલેશ્વર ડી.પી.એમ.સી અને પાનોલી ફાયર વિભાગના ૫ જેટલા ફાયર ટેંડરો ઘટના સ્થળે ધસી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ લખાય છે ત્યાં સુધીમાં હજુ આ આગ કેવી રીતે લાગી તેમાં કેટલાનું નુકશાન છે તે જાણી શકાયું નથી.

Next Story