Connect Gujarat
ગુજરાત

પારડી : ભુતપુર્વ વિદ્યાર્થીઓએ જ શાળામાં મારી ધાપ, પ્રાથમિક શાળાની ચોરીનો ભેદ ઉકેલાયો

પારડી : ભુતપુર્વ વિદ્યાર્થીઓએ જ શાળામાં મારી ધાપ, પ્રાથમિક શાળાની ચોરીનો ભેદ ઉકેલાયો
X

વલસાડના પારડી ખાતે કુમાર અને કન્યા શાળામાં થયેલ ચોરીના મામલે 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી બે શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓ છે તથા અન્ય એક સોફટવેર બનાવતી કંપનીમાં નોકરી કરે છે.

વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ કુમાર અને કન્યા શાળામાં પ્રોજેક્ટર અને માઈક સહીત કોમ્પ્યુટરની ચોરી થઇ હતી. આચાર્યની ફરીયાદ બાદ પોલીસે તપાસ શરુ કરી જેમાં બાતમીના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી મોસીન હુસેનના ઘરે તપાસ કરતા ચોરીનો સામાન મળી આવ્યો હતો. પોલીસે ટુંક સમયમાં તેના અન્ય બે સાગરિતો નવાઝ ખલિફા અને ધવલ માહ્યવંશીની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધવલ માહ્યાવંશી અને નવાઝ ખલિફા બન્ને મિત્રો છે, અને તેઓ આ શાળામાં જ અભ્યાસ કરી ચુક્યા છે. બન્ને શાળાથી પરિચિત હોય જેથી આ ચોરી કરી હતી. શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ચોરીની વારદાતને અંજામ આપતા પારડીમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઝડપાયેલો અન્ય એક આરોપી સોફટવેર બનાવતી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહયું છે.

Next Story