Connect Gujarat

પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું, વિકાસ કાર્યો માટે સર્વોત્તમ પસંદગી પૂરવાર થશે

પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું, વિકાસ કાર્યો માટે સર્વોત્તમ પસંદગી પૂરવાર થશે
X

રાજ્યસભાના સભ્ય તરીકે વર્ષ 2008થી સતત

બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર

ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદ માટે ઉમેદવારી

પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડી અને તેમના

પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસે ટેકો આપતાં પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી

કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉમેદવારી પત્ર ભર્યા પછી પરિમલ નથવાણીએ

જણાવ્યું હતું કે, “વાય.એસ. જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા

મુખ્યમંત્રી છે અને રાજ્યના લોકો દ્વારા તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે. ગયા

વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વાય.એસ.આર. કોંગ્રેસે કુલ 175 બેઠકોમાંથી 151

બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જે જગન મોહન રેડ્ડીની

લોકપ્રિયતા દર્શાવે છે. તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ તેમણે ખૂબ જ

મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ મુસીબતો અને અડચણોને

પાર કરીને ગયા વર્ષે ચૂંટણીમાં જંગી વિજય મેળવી મુખ્યમંત્રી બન્યા હતા”

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી ઝારખંડથી

રાજ્ય સભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. તેમના સાંસદ

સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના

(એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 10 ટકા જેટલો ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ માટે કર્યો હતો. એસ.એ.જી.વાય.

અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ

ખાતે કરવામાં આવેલા વિકાસના કાર્યોનો વ્યાપ ખૂબ જ બહોળો છે.

પરિમલ નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને

મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ

રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે

ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની

ભૂમિકા ભજવી હતી. તેમને તેમના યુવાનીના દિવસોથી જ જાહેર જીવનમાં રસ હતો અને

સૌરાષ્ટ્રના સાંસદો સાથે તેઓ જોડાયેલા હતા. એક વખત તો જામ ખંભાળિયામાંથી

વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ ફોરમ પર

ઉઠાવવા જાહેર જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવાને કારણે તેમને વૉઇસ ઓફ સૌરાષ્ટ્ર

(સૌરાષ્ટ્રનો અવાજ) તરીકે ઓળખવામાં આવતા હતા. થોડા સમય પહેલાં

સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપ-પ્રમુખ પદે રહેલા પરિમલ નથવાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આયોજન સ્થળ તરીકે ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી મોટા મોટેરા

ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ કરતાં વધારે

દર્શકોને સમાવવાની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. પરિમલ

નથવાણીએ જી.સી.એ.ના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહના

માર્ગદર્શન અને સંકલનમાં રહીને આટલો મોટો પ્રોજેક્ટ પૂરો કરીને પોતાની ક્ષમતાનો

પરિચય આપ્યો છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના

નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળમાં પરિમલ નથવાણીએ તેમની સાથે વિવિધ વ્યાવસાયિક

પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ચીન, જાપાન, રશિયા, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ટ્રાખાન સહિતના

દેશોની મુલાકાત લીધી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં પણ ભાગ લીધો હતો. આ

પ્રવાસોએ તેમને ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વિચારોના આદાન-પ્રદાન કરવાની તક પૂરી

પાડી હતી. પરિમલ નથવાણી લગભગ 15 વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ

મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે રિલાયન્સ વતીથી ગુજરાત સરકારની સાથે

મળીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં સહભાગી બન્યા હતા અને વેગ આપ્યો હતો.

દ્વારકા ગુજરાતનું એકમાત્ર શહેર છે જેનો સમાવેશ પ્રાચીન ધર્મ સનાતન ધર્મના ચારધામ

અને સપ્તપુરી યાત્રાધામ એમ બંનેમાં થાય છે. પરિમલ

નથવાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય તરીકે 9 વર્ષ કરતાં વધારે સમયથી સેવા આપે

છે. આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટી માર્ગી શ્રીનાથજી સંપ્રદાયની સર્વોચ્ચ

વ્યવસ્થાપન સંસ્થા છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન

(જી.એસ.એફ.એ.)ના પ્રમુખ તરીકે પરિમલ નથવાણી વર્ષ 2019ના દ્વિતીય અર્ધવાર્ષિક

ગાળામાં ચૂંટાતા ગુજરાતમાં ફૂટબોલને ઘણો જ વેગ મળ્યો. ગીર

લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત અને ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી) આ બે પુસ્તકો પરિમલ

નથવાણીની ક્ષમતાઓના પુરાવા છે. ઝારખંડમાં તેમણે આપેલા પ્રદાન અંગેનું વધુ એક

પુસ્તક એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, રાંચી દ્વારા ટૂંક જ

સમયમાં રજૂ કરવામાં આવશે. કોર્પોરેટ અને જાહેર જીવનમાં તેમનો બહોળા અને વ્યાપક

અનુભવને જોતાં પરિમલ નથવાણી આંધ્રપ્રદેશના વિકાસ માટે આવનારા દિવસોમાં સર્વોત્તમ

પસંદગી પૂરવાર થશે.

Next Story
Share it