Connect Gujarat
ગુજરાત

વડોદરા : પાટીયાપુરા ગામ પાસે ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત,પતિ-પત્નીના મોત

વડોદરા : પાટીયાપુરા ગામ પાસે ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત,પતિ-પત્નીના મોત
X

વડોદરાના વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામ નજીક ઇકો કારે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર આધેડનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલી મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં સારવાર દરમિયાન મહિલાનું પણ મોત નિપજવા પામ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના પાટીયાપુરા ગામ પાસે સોમવારના રોજ સાંજના સુમારે એક ઇકો કારના ચાલકે બાઇક પર સવાર થઇ જઇ રહેલા દંપતિને અડફેટે લેતા સર્જાયેલા ગમ્ખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર આધેડનું કમકમાટીભર્યુ મોત નિપજ્વા પામ્યું હતું.

જ્યારે પાછળ બેસેલી મહિલાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ ઇકો ચાલક ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મોટરસાયકલનું વ્હિલ પણ છુટુ પડી ગયું હતું. અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા દંપતિના મોતના પગલે ટચૂકડા એવા પાટીયાપુરા ગામમાં ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અકસ્માત સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story