Connect Gujarat
Featured

અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેરવા માટે કેટલો દંડ ભર્યો, જુઓ સરકારે જાહેર કર્યો ચોંકાવનારો આંકડો

અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેરવા માટે કેટલો દંડ ભર્યો, જુઓ સરકારે જાહેર કર્યો ચોંકાવનારો આંકડો
X

કોરોના કાળમાં સરકારે લોકોને માસ્ક પહેરવાનું ફરજીયાત કહ્યું હતું. પરંતુ અનેક લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળતા હતા. જેથી સરકારે તે લોકો સમયે કડક કાર્યવાહી કકરવાની શરૂઆત કરી હતી. જેમાં અત્યાર સુધીમાં સરકારે ગુજરાતીઓ પાસેથી 1 અબજ 68 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

રાજ્યના નાગરિકોએ માસ્ક ન પહેરવા બદલ એક-બે નહીં પરતું પુરા 1 અબજ 68 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. એક તરફ કોરોનાકાળ અને લોકડાઉન લાગ્યું હતું ત્યારે મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને ખંખેર્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે દંડ અંગે જવાબ રજૂ કર્યો છે. રાજ્યના 16 લાખ 78 હજાર 922 લોકોએ માસ્ક ન પહેરવા બદલ દંડ ચૂકવવો પડ્યો છે.

ગુજરાતમાં કોરોનાકાળમાં ગુજરાતીઓએ માસ્ક ન પહેરવા બદલ 1 અબજ 68 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2 લાખ 71 હજાર 621 લોકોએ દંડ ભર્યો છે. તો સુરતના 1 લાખ 87 હજાર 787 નાગરિકોએ દંડ ભર્યો છે. વડોદરાના 73,599 લોકોએ માસ્કનો દંડ ભર્યો છે. અને રાજકોટના 1 લાખ 6 હજાર 841 લોકોએ દંડ ભરવો પડ્યો છે. વ્યક્તિદીઠ 1 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

Next Story