લોકડાઉનને ધણા લોકો નથી લઈ રહ્યા ગંભીરતાપૂર્વક, પીએમ મોદીએ કર્યુ ટ્વીટ

0

કોરોના વાઇરસની મહામારી સામે લડવાના સંદેશમાં પીએમ મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યુની જાહેરાત કરી હતી. ધણા લોકોએ તેને ગંભીરતાથી ન લઈ રસ્તા પર ટોળા સાથે ઉતર્યા હતા. જેને લઈ પીએમ મોદીએ ટ્વીટ કરી લોકોને આ મહામારી ગંભીરતાથી લેવા અનુરોધ કર્યો છે.

હાલમા દેશ અને દુનિયા કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આવા સમયમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસની મહામારી સામે લોકોને એક સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તારીખ 22 માર્ચના રોજ દેશમાં સવારે 7થી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ રહેશે સાથે જ સાંજે 5 વાગે બધાએ પોતાના ધાબા અને બાલ્કનીમાં આવીને થાળી, ચમચી અને તાળીઓ વગાડીને આ માહામારી સામે આપણી સેવામાં હાજર રહેતા તબીબો, પોલીસકર્મીઓ અને મિડીયાકર્મીઓનો આભાર માનવામાં આવે તેવું જણાવ્યું હતું.

પરંતુ આ મેસેજને ધણા લોકોએ ગંભીરતા પૂર્વક લીધો નહતો અને રસ્તા પર આવી ગયા હતા અને ટોળે વળ્યાં હતા. લોકોએ આને ગંભીરતા પૂર્વક ના લેતા આજે પીએમ મોદીએ એક ટ્વીટ દ્વારા દેશની જનતાને અનુરોધ કરતા કહ્યુ છે કે આ લોકડાઉનને હજુ પણ ધણા લોકોએ ગંભીરતાપૂર્વક લીધુ નથી. આ પરિસ્થિતને થોડી ગંભીરતાપૂર્વક લો. પોતાને પણ બતાવો અને પોતાના પરિવારને પણ. અને નિર્દેશોનુ ગંભીરતાથી પાલન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here