Connect Gujarat
ગુજરાત

પેપ્સીકોના CEO તરીકે 12 વર્ષ સુધી રહ્યા ઇન્દ્રા નૂયી, ઓક્ટોબરમાં છોડશે પદ

પેપ્સીકોના CEO તરીકે 12 વર્ષ સુધી રહ્યા ઇન્દ્રા નૂયી, ઓક્ટોબરમાં છોડશે પદ
X

તેમના સ્થાને પેપ્સીકોના 22 વર્ષના અનુભવી રેમોન લગુઆર્ટા આવશે જવાબદારી સંભાળશે

વિશ્વની નામાંકિત કંપનીઓમાંની એક એવી પેપ્સીકોનાં સીઇઓ અને મૂળ બારતીય ઇન્દ્રા નૂયીએ કંપનીમાં 12 વર્ષ સુધી સંચાલન કર્યું. હવે તેઓ રાજીનામુ આપવાના છે. 62 વર્ષીય ઇન્દ્રા નૂયી 3 ઓક્ટોબરે કંપનીનું સીઇઓ પદ છોડી દેશે. ઇન્દ્રા છેલ્લા 24 વર્ષથી પેપ્સીકો સાથે જોડાયેલા છે. અને 12 વર્ષથી સીઇઓનું પદ સંભાળી રહ્યાં છે. તેઓ 2019 સુધી કંપનીના ચેરમેન પદ પર રહેશે. તેમના સ્થાને પેપ્સીકોના 22 વર્ષના અનુભવી રેમોન લાગુઆર્ટા જવાબદારી સંભાળશે. જેમને ગયા વર્ષે જ પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. પેપ્સીકોના ઇતિહાસમાં ઇન્દ્રા નૂયી પ્રથમ મહિલા સીઇઓ હતા.

ઈન્દ્ર નૂયીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'પેપ્સીકોનું નેતૃત્વ એ ખરેખર મારું જીવનભરનું સન્માન રહ્યું છે અને માત્ર શેરહોલ્ડરોના હિતોને જ નહિ પરંતુ અમે જેમને સેવા આપી રહ્યા છે તે સમુદાયોમાં અમારા તમામ સ્ટેકહોલ્ડર્સના હિતોને આગળ વધારવા છેલ્લા 12 વર્ષમાં અમે જે કર્યું તેનું મને ખૂબ જ ગૌરવ છે.' ઇન્દ્રા નૂયીના 12 વર્ષ નેતૃત્ત્વમાં પેપ્સીકોને ઘણો બદલાવ લાવ્યા છે. તેમણે પેપ્સીકોને તેના કોલા નામના પીણાં વેચતી કંપનીની ઇમેજથી આગળ વધારીને હુમ્મુસ, કોમ્બુચા અને અન્ય તંદુરસ્ત પ્રોડક્ટ્સ સુધી વિસ્તારી છે.

Next Story