Connect Gujarat
દેશ

PF ના નવા નિયમ પર સરકાર ફેર વિચારણા કરશે.

PF ના નવા નિયમ પર સરકાર ફેર વિચારણા કરશે.
X

બેંગલૂરુમાં વિરોધ બાદ નવી PF પોલીસીનો ત્રણ મહિના સુધી અમલ અટકાવાયો

કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી PF પોલીસીનો બેંગલુરુમાં વિરોધ થતાં તેનો અમલ ત્રણ મહિના સુધી અટકાવાયો છે.સરકારે ફેબ્રુઆરીમાં બનાવેલા નવા નિયમ મુજબ કર્મચારી 58 વર્ષનો ન થાય ત્યાં સુધી PF માંથી પૈસા ઉપાડવા માટે મનાઇ કરવામાં આવી હતી.

કર્મચારી રિટાયર થાય ત્યારે તેની પાસે થોડી બચત હોય તે ઉદ્દેશ સાથે સરકારે આ નિર્ણય લીધો હતો. જોકે, તેનો વિરોધ થતા શ્રમ મંત્રાલય દ્વારા પાંચ પરિસ્થિતીમાં પૈસા ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી. જેમાં હાઉસિંગ લોન માટે, ટી.બી., લેપ્રોસ્કોપી, પેરાલિસિસ, કેન્સરની સારવાર માટે તેમજ હાર્ટ સર્જરી માટે, બાળકોના લગ્ન માટે, બાળકોના એન્જિનિયરિંગ કે મેડિકલ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ માટે PF ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી.

પરંતુ બેંગલુરૂમાં ગારમેન્ટના કર્મચારીઓએ આ નિયમનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટાભાગની મહિલાઓ કર્મચારીઓનો સમાવેશ થયો હતો. વિરોધ થતા શ્રમ મંત્રી દત્તાત્રેયે આ નિર્ણયને જુલાઇ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

Next Story