Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદીએ કેનેડિયન PM જસ્ટીન ટ્રુડોનું ભવ્ય સ્વાગત કર્યુ

PM નરેન્દ્ર મોદીએ કેનેડિયન PM જસ્ટીન ટ્રુડોનું ભવ્ય સ્વાગત કર્યુ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં રોજ સવારે કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે ટ્રુડો પરિવારનું ખાસ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. કેનેડાનાં પીએમ જસ્ટીન ટ્રુડો પરિવાર સાથે સાત દિવસ ભારતનાં પ્રવાસે આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ તેમનું સ્વાગત કર્યુ હતુ.

પીએમ જસ્ટીન ટ્રુડોની દીકરી વડાપ્રધાનને ગળે વળગી પડી હતી. જે જોતા વડાપ્રધાને ખૂબ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યુ હતુ. નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટર ઉપર પોસ્ટ પણ કરી હતી.

Next Story