Connect Gujarat
ગુજરાત

PM નરેન્દ્ર મોદીએ છિંદવાડા ચૂંટણી સભામાં વિપક્ષ પર કર્યાં આકરા પ્રહાર

PM નરેન્દ્ર મોદીએ છિંદવાડા ચૂંટણી સભામાં વિપક્ષ પર કર્યાં આકરા પ્રહાર
X

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કહે છે ગુંડા-ભ્રષ્ટાચારી ઉમેદવાર ચાલશે,તે જીતવો જોઈએ: PM મોદી

ઇંદોરમાં પીએમ મોદીની સાથે મંચ પર હાજર રહેશે આસપાસની ૧૭ બેઠકોના ઉમેદવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના છિંદવાડામાં એક ચૂંટણી સભાને સંબોધી. આ દરમિયાન મોદીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પર આકાર પ્રહાર કર્યાં હતા.

કમલનાથના કથિત વીડિયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષજી વિડીયોમાં કહે છે કે, ગુંડા, બદમાશ, ચોર, ભ્રષ્ટ્રાચારી, લૂંટેરા ઉમેદવાર ચાલશે પરંતુ જીતી શકે તેવો ઉમેદવાર જોઈએ. પીએમ મોદીએ કથિત વીડિયોનું ઉદાહરણ આપીને વિપક્ષ પર પ્રહાર કર્યાં હતા અને જણાવ્યું હતું કે જેને આવા લોકોને પસંદ કર્યાં છે શું આવા લોકોના હાથમાં મધ્યપ્રદેશની સત્તાને સોંપી શકાય ખરા?

પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જો આવા લોકોને લાવશો તો મધ્યપ્રદેશનો શું હાલ થશે, આપે ક્યારેય વિચાર્યુ છે ખરા? જે માપદંડ પર તેને ઉમેદવારોની પસંદગી કરી છે. તેવા લોકોના હાથમાં મધ્યપ્રદેશની સત્તાને કેવી રીતે સોંપી શકાય?

પીએમ નરેંન્દ્ર મોદીએ વિપક્ષ પર વાર કરતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના મેનિફેસ્ટોમાં આપ ગાયના ગુણગાન કરો છો અને કેરળમાં ગાયના વાછરડાંની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવે છે. આ રીતેના મેનિફેસ્ટો જાહેર કહીને જનતાને મૂ્ર્ખ બનાવો છો. તેમણે જણાવ્યું હતું કે, તે લોકોએ કરેલા વાયદા પર તેમને ખુદને જ વિશ્વાસ નથી હોતો. આ પાર્ટી જનતા જ નહીં પરંતુ તેની જ પાર્ટીના લોકો સાથે પણ વફાદાર નથી. દગાખોરી તેના લોહીમાં છે. આજે દેશની જનતા તેના કોઈપણ વાત પર ભરોસો નથી કરતી.

રાહુલ ગાંધીનું નામના ઉલ્લેખ વિના પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નામદાર છિંદવાડાના લોકો સાથે મળીને કહે છે કે, મુખ્યમંત્રી તમારો હશે. ગ્વાલિયર જાય છે તો ત્યાં કહે છે કે, મુખ્યમંત્રી આપનો હશે. ૮ અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ મુખ્યમંત્રીના નામ ચલાવે છે. પીએમ મોદી નાગપુરથી છિંદવાડા પહોંચ્યાં અને અહીં ત્રણ જિલ્લાની ૧૩ બેઠકો માટે વોટ માગ્યા હતા ત્યારબાદ સાંજે ઇંદોરમાં ૧૭ ઉમેદવારો માટે સભા કરશે. ઇંદોરમાં પીએમ મોદીનો જૂનથી અત્યાર સુધીમાં આ ત્રીજા પ્રવાસ છે.

નોંધનીય છે કે, પીએમ મોદીના ઇંદોર પ્રવાસના કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખતા એસપીજીએ આખરી સમયે સભાના મંચમાં ફેરફાર કરાવ્યા છે તેમજ સુરક્ષા માટે ડ્રોન કેમરા અને ૨૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ડીઆઇજી હરિનારાયણચારી મિશ્ર અનુસાર પ્રધાનમંત્રી એરપોર્ટથી સુપર કોરિડોર થઈને લવકુશ ચારરસ્તા પર સભાને સંબોધશે.

Next Story