Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદી આજે દુનિયાની સૌથી મોટી હૅલ્થકૅર સ્કિમનું લોન્ચિંગ કરશે 

PM નરેન્દ્ર મોદી આજે દુનિયાની સૌથી મોટી હૅલ્થકૅર સ્કિમનું લોન્ચિંગ કરશે 
X

'ધ આયુષ્યમાન ભારત' યોજનાનો લાભ 50 કરોડ ભારતીયોને મળશે

આ યોજનાનો ઉદેશ્ય દેશના 10 કરોડ ગરીબ પરિવારોને રૂ. 5 લાખ સુધીનો ફ્રી વીમો પૂરો પાડવાનો છે

પીએમ નરેન્દ્ર મોદી આજે દુનિયાની સૌથી મોટી હૅલ્થકૅર સ્કિમનું લોન્ચિંગ કરશે. આ સ્કિમ દુનિયાની સૌથી મોટી એવી સ્કિમ છે જેનું ફન્ડિંગ સરકાર તરફથી કરવામાં આવશે. 'ધ આયુષ્યમાન ભારત' યોજનાનો લાભ 50 કરોડ ભારતીયોને મળશે. મોદીએ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે આ યોજનાની જાહેરાત કરી હતી. મોદી ઝારખંડની રાજધાની રાંચીથી આ યોજના લોંચ કરશે. આ યોજનાનો ઉદેશ્ય દેશના 10 કરોડ ગરીબ પરિવારોને રૂ. 5 લાખ સુધીનો ફ્રી વીમો પૂરો પાડવાનો છે. મોદીના લોન્ચિંગ બાદ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના લાગૂ થશે.

નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પૌલના જણાવ્યા પ્રમાણે મોદી 23મી સપ્ટેમ્બરના રોજ આ સ્કિમ લોંચ કરશે. પરંતુ આ યોજના 25મી સપ્ટેમ્બર પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જન્મ દિવસથી દેશભરમાં લાગૂ થશે. ડો. પોલ આ યોજનાને તૈયાર કરનાર મુખ્ય વ્યક્તિ છે. આ યોજનામાં 60 ટકા રકમ કેન્દ્ર તરફથી આપવામાં આવશે, જ્યારે બાકીની રકમ જે તે રાજ્ય ભોગવશે.

કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2018-10ના સામાન્ય બજેટમાં 'આયુષ્યમાન ભારત યોજના' શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે. આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ 10 કરોડ ગરીબ પરિવારને સારવાર માટે 5-5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા કવર આપવામાં આવશે.

સરકારે હાલ આ યોજના માટે 2000 કરોડ રૂપિયા આપવાની વાત કહી હતી. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જન આરોગ્ય અભિયાનની શરૂવાત થશે. પહેલા ચરણની શરૂવાત થઇ ચુકી છે. જે અંતર્ગત હેલ્થ સેન્ટર ખોલવામાં આવશે. જે પછી હવે 25 સપ્ટેમ્બરથી ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ થશે. જેમાં મફતમાં હેલ્થ વીમો મળશે.

Next Story