Connect Gujarat
દેશ

PM મોદીએ અંદમાન નિકોબારના ત્રણ દ્વીપોનું કર્યું નામકરણ.

PM મોદીએ અંદમાન નિકોબારના ત્રણ દ્વીપોનું કર્યું નામકરણ.
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ અંદમાન નિકોબારના ત્રણ દ્વિપસમૂહોના નામ બદલવાની જાહેરાત કરી. નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા અહીં ત્રિરંગો ફરકાવીને ૭૫મી વર્ષગાંઠ પર આ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે, રૉસ દ્વીપનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ, નીલ દ્વીપને હવેથી શહીદ દ્વીપ જ્યારે હૈવલૉક દ્વીપને સ્વરાજ દ્વીપના નામથી ઓળખવામાં આવશે.

આ ખાસ અવસર પર વડાપ્રધાને એક સ્મારક ટપાલ ટિકિટ, ‘ફર્સ્ટ ડે કવર’ અને ૭૫ રૂપિયાનો સિક્કો પણ લોન્ચ કર્યો હતો. આ સાથે જ તેમણે બોઝના નામ પર એક કોલેજની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. આ પહેલા પીએમ મોદીએ અહીં મરીના પાર્કની સફર કરી અને ૧૫૦ ફૂટ ઉંચો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. અહીં તેમણે પાર્કમાં આવેલ નેતાજીની પ્રતિમા પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી.

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે જ્યારે આઝાદીના લડવૈયાઓની વાત આવે છે ત્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ ગૌરવભેર લઈએ છે. મોદીએ કહ્યું કે ‘૩૦ ડિસેમ્બરે અહીં ધ્વજ ફરકાવવાની ઐતિહાસિક ઘટનાને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. આજે તેની જ સ્મૃતિમાં અહીં ૧૫૦ ફુટ ધ્વજ ફરકાવીને આ દિવસને દેશવાસીઓની ચિરસ્મૃતિમાં અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નેતાજીએ અહીં તિરંગો ફરકાવીને આ દ્વીપને બ્રિટિશ શાસનથી આઝાદ જાહેર કર્યું હતું. ’

અંદમાન-નિકોબાર માટે અનેક યોજનાઓનું એલાન કરતાં મોદીએ કહ્યું કે ‘આગામી ૨૦ વર્ષમાં પાણીની સમસ્યાના સર્જાય તે માટે ધાનીકારી બંધની ઊંચાઇ વધારવામાં આવી રહી છે. ગત છ મહિનામાં અહીં સાત મેગાવાટના સોલાર પાવર પ્લાન્ટને મંજૂરી અપાઇ ચૂકી છે.’ PM મોદીએ સેલ્યુલર જેલની મુલાકાત લીધી વડાપ્રધાન મોદી ૨૦૦૪ની સુનામીમાં જીવ ગુમાવનારને શ્રૃદ્ધાંજલિ અર્પી હતી. તેઓ સેલ્યુલર જેલમાં પણ ગયા હતા. તેમણે અંદમાન-નિકોબારને ડીમ્ડ યુનિવર્સિટીની પણ ભેટ આપી હતી. કાર નિકોબારમાં કૈંબલ બેમાં આશરે Rs ૫૦ કરોડના ખર્ચે કૈંબલ બે જેટ્ટીનું વિસ્તરણ આશરે ૧૫૦ કિલોમીટર સુધી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

Next Story