Connect Gujarat
ટેકનોલોજી

PM મોદીના ટ્વિટર અભિયાન બાદ ઘટ્યા ફોલોઅર્સ : ગુમાવ્યા 3 લાખ ફોલોઅર્સ

PM મોદીના ટ્વિટર અભિયાન બાદ ઘટ્યા ફોલોઅર્સ : ગુમાવ્યા 3 લાખ ફોલોઅર્સ
X

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના ચાર લાખ ફોલોઅર્સ ઘટી ગયા

સોશિયલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટ્ટરના લોક્ડ અને સક્રીય ન હોય તેવા એકાઉન્ટ બંધ કરવાના અભિયાન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંદાજીત 3 લાખ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 17 હજાર ફોલોઅર્સ ઘટી ગયા છે

મોદીના ફોલોઅર્સની સંખ્યા 4.34 થી ઘટીને 4.31 કરોડ થઇ ગઈ છે,દરરોજના આધાર પર ટ્વિટ્ટર ફોલોઅર્સની સંખ્યાની જાણકારી મેળવનારી સોશલબ્લેડડોટકોમ અનુસાર , પીએમ મોદીના ટ્વિટ્ટર હેંડલના 2,84,786 ફોલોઅર્સ છે, પીએમઓ ઇન્ડિયાના ફોલોઅર્સમાં પણ 1,40,635 ફોલોઅર્સનો ઘટાડો થયો છે, રાહુલ ફોલોઅર્સ 72 લાખ 40 હજાર હતા તેમાં ઘટાડો થયો છે,

વૈશ્ચિક સ્તર પર જોવામાં આવે તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક લાખ , જયારે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના ચાર લાખ ફોલોઅર્સ ઘટી ગયા છે, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ , સુષ્મા સ્વરાજ અને શશિ થરૂરના ફોલોઅર્સમાં પણ ઘટાડો થયો છે

Next Story