Connect Gujarat
દેશ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીત મેળવવા બદલ વડાપ્રધાન મોદીએ અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ પાઠવી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીત મેળવવા બદલ વડાપ્રધાન મોદીએ અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ પાઠવી
X

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી બહુમતીથી

જીતેલા AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી છે. જેના જવાબમાં કેજરીવાલે પણ તેમનો

આભાર માનતા દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે સહયોગની આશા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરી આમ આદમી

પાર્ટી અને કેજરીવાલને દિલ્હીના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શુભકામનાઓ આપી

હતી. તેમણે ટ્વિટ કરી હતી, દિલ્હી

વિધાનસભા ચૂંટણીમાં જીત માટે AAP અને અરવિંદ કેજરીવાલને શુભકામના. દિલ્હીના

લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે શુભકામનાઓ.

https://twitter.com/narendramodi/status/1227215995393073154?s=20

નોંધનીય છે કે 70 વિધાનસભા સીટોવાળી દિલ્હી

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. આમ

આદમી પાર્ટીને 62, ભાજપને 8

અને કોંગ્રેસને 0 સીટ મળી હતી. ગત ચૂંટણીની જેમ બીજેપી આ વખતે પણ સારુ પ્રદર્શન કરવામાં અસફળ

રહી હતી. કોંગ્રેસ આ વખતે પણ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના પૂર્વ

અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચૂંટણીમાં જીત માટે કેજરીવાલ અને આપને અભિનંદન પાઠવ્યા

હતા. રાહુલે ટ્વિટ કરી કહ્યું કે કેજરીવાલ અને આપને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત

માટે અભિનંદન અને મારી શુભકામનાઓ.

https://twitter.com/RahulGandhi/status/1227207773928087553?s=20

મનોજ તિવારી, ગૌતમ ગંભીર, શ્રી રવિશંકર, વિજય ગોયલ, સ્વામિ રામદેવ, રાજનાથ સિંહ, શરદ પવારે પણ AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલને અને દિલ્હીની જનતાને ટ્વિટર માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી.

https://twitter.com/ArvindKejriwal/status/1227229052207063040?s=20

Next Story