Connect Gujarat
દેશ

વડાપ્રધાન મોદીએ શિરડી મંદિરે પહોંચી કરી વિશેષ પૂજા

વડાપ્રધાન મોદીએ શિરડી મંદિરે પહોંચી કરી વિશેષ પૂજા
X

સાંઈ બાબાએ સમાધિ લીધી તેને આજે 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શિરડીમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બહુ પ્રસિધ્ધ શિરડીના સાંઈ મંદિરે પહોંચ્યા હતા. સાંઈ બાબાએ સમાધિ લીધી તેને આજે 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શિરડીમાં મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થવાના છે. શિરડી પહોંચેલાં વડાપ્રધાને સૌપ્રથમ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી, દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાન મોદીએ શિરડીનાં સાંઈ મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચાર પણ લખ્યાં હતો. વડાપ્રધાને આ પ્રસંગે બાબાની યાદમાં ચાંદીના સિક્કાની જાહેરત કરી હતી. ઉપરાંત તેઓએ વડાપ્રધાન આવાસ યોજનાના અનેક ભાર્થીઓને ઘરની ચાવી સોંપી હતી. તેઓએ લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી.

શિરડીની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન એક રેલીને પણ સંબોધિત કરવાના છે. બીજી તરફ વડાપ્રધાનની મુલાકાત પહેલાં મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તી દેસાઈ શિરડી પહોંચી હતી. જ્યાં તેણે સબરીમાલાના મુદ્દે વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો મુલાકાત નહીં થાય તો PMનો કાફલો રોકવાની ધમકી આપતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

Next Story