Connect Gujarat
દુનિયા

પીએમ મોદી: નાગરિકતા સંશોધન કાયદો વ્યક્તિને દેશનું નાગરિત્વ આપવા માટે છે નહીં કે કોઈનું નાગરિત્વ છીનવી લેવા માટે.

પીએમ મોદી: નાગરિકતા સંશોધન કાયદો વ્યક્તિને દેશનું નાગરિત્વ આપવા માટે છે નહીં કે કોઈનું નાગરિત્વ છીનવી લેવા માટે.
X

પશ્ચિમ

બંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બેલૂર મઠની મુલાકાત લીધી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો

થઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળે એનઆરસી તેમજ સીએએને લાગુ કરવાનો સ્પષ્ટ રીતે

ઈનકાર કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને

રવિવારે તેમણે બેબલૂર મઠની મુલાકાત દરમિયાન આ મામલે કેન્દ્ર સરકાર તરફથી સીએએ અંગે

કેટલીક સ્પષ્ટતા કરી છે. મમતા બેનરજી સરકાર પર પણ તેમણે આડતકરી રીતે નિશાન સાધ્યું

છે. પીએમ મોદીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો વ્યક્તિને દેશનું નાગરિત્વ આપવા

માટે છે નહીં કે કોઈનું નાગરિત્વ છીનવી લેવા માટે. આ કાયદો રાતો-રાત નથી ઘડાયો

પરંતુ સમજી વિચારીને તૈયાર કર્યો છે.

વડાપ્રધાને પ્રતિસ્પર્ધી રાજકીય

પક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે, વિપક્ષ આ મુદ્દે જાણીજોઈને વિરોધ

કરી રહ્યો છે અને તે કાયદાને સમજવા માટે જ તૈયાર નથી. તેઓ કહે છે કે આ કાયદો ઘડાયા

પછી હવે પાકિસ્તાને જવાબ આપવો પડશે કે તેમણે લઘુમતિઓ પર જુલ્મ શા માટે કર્યા.

વિપક્ષ આ કાયદાને લઈને ખોટી નિરાશા તેમજ ભ્રમ ફેલાવી રહ્યો છે તેમ મોદીએ

જાહેરસભામાં જણાવ્યું હતું.

મોદીએ જણાવ્યું કે, ‘યુવાનો આ કાયદાને લઈને ઘણી ચર્ચા

કરી રહ્યા છે. ઘણા પ્રશ્નો તેમના મનમાં ભરવામાં આવ્યા છે. મોટાભાગના યુવાનો

અફવાઓનો શિકાર બન્યા છે. આવા યુવાનોને સમજાવવા અને સંતુષ્ટ કરવાની જવાબારી અમારી

છે. રાષ્ટ્રીય યુવા દિવસ પર દેશ અને પશ્ચિમ બંગાળ તેમજ નોર્થ ઈસ્ટના યુવાનોને હું

આ પવિત્ર ધરતી પરથી જણાવવા માંગુ છું કે નાગરિકતા આપવાનો કાયદો અમે રાતોરાત નથી

ઘડ્યો.’

આ કાયદો નાગરિકતા આપવા માટનો છે

અને કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનો નથી. નાગરિકતા સંશોધન કાયદો એ અગાઉના

કાયદામાં કરાયેલું સંશોધન છે. કાયદો પહેલેથી અમલમાં જ હતો. દેશના ભાગલા વખતે જે

લોકોને સંકટનો સામનો કરવો પડ્યો, તેવા લોકો જે ધર્મના આધારે અત્યાચારનો ભોગ બન્યા, તેમને પૂજ્ય મહાત્મા ગાંધીથી લઈને

તમામ દિગ્ગજ નેતાઓનું તે સમયે કહેવું હતું કે ભારતે આવા લોકોને નાગરિત્વ આપવું

જોઈએ, તેમ

વડાપ્રધાને જણાવ્યું હતું.

ગાંધીજી જે કહીને ગયા તેનું જ અમે

પાલન કર્યું છે. આજે પણ દેશનો કોઈપણ ધર્મનો વ્યક્તિ કે નાસ્તિક પણ જો ભારતના

બંધારણમાં વિશ્વાસ રાખે છે તો તે નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતનું નાગરિત્વ લઈ

શકે છે. મોદીએ વધુમાં કહ્યું કે રાજકારણની રમત રમનારા લોકો આને સમજવા તૈયાર જ નથી.

તેઓ જાણી જોઈને અણસમજું બની રહ્યા છે.

Next Story