Connect Gujarat
દેશ

બનારસ પહોંચ્યા પીએમ મોદી, સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યુ સ્વાગત

બનારસ પહોંચ્યા પીએમ મોદી, સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યુ સ્વાગત
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું.

આશરે છ કલાકનો પીએમ મોદીનો પ્રવાસ સવારે 10.25 વાગે લાલ બહાદુર

શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શરૂ થયો છે, પ્રધાનમંત્રી સેનાના

હેલિકોપ્ટર મારફતે બીએચયુ હેલિપેડ તરફ રવાના થયા, પીએમ

મોદી આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સ્થળનું લોકાર્પણ તેમ જ તેમની 63 ફૂટ ઉંચી પ્રતિમાનું

અનાવરણ કર્યુ. આ સાથે વિશ્વનાથ મંદિરમાં અન્ન ક્ષેત્રની પણ શરૂઆત કરશે, અહીં ભક્તોને 24 કલાક વિના મૂલ્યે ભોજન

મળશે.આ ઉપરાંત પ્રધાનમંત્રી આઈઆરસીટીસીની કાશી-મહાકાલ એક્સપ્રેસને વિડિયો લિંક

મારફતે લીલી ઝંડી આપશે. દેશમાં આ ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે, જે 3 ધાર્મિક શહેર વારાણસી, ઉજ્જૈન અને

ઓમકારેશ્વરને જોડશે. મોદી કાશીમાં 6 કલાક રોકાશે. અહીં 1200 કરોડ રૂપિયાની 34 યોજનાનું ઉદઘાટન અને 14 યોજાનાનો શિલાન્યાસ

કરશે.

Next Story