Connect Gujarat
Featured

જાણો, વડાપ્રધાન મોદી લોકડાઉન દરમિયાન શું કરી રહ્યા છે

જાણો, વડાપ્રધાન મોદી લોકડાઉન દરમિયાન શું કરી રહ્યા છે
X

દેશમાં કોરોના વાઇરસના પગપેસારમાં વધારો થઇ રહ્યો છે, જેથી વડાપ્રધાન મોદીએ 21 દિવસ માટે દેશને લોકડાઉન કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રવિવારે દેશ સાથે મન કી બાત કરી હતી. જેમાં તેમણે કોરોના વાઇરસ અંગે સંપૂર્ણ ચર્ચા કરી હતી અને લોકડાઉન દરમિયાન સમય પસાર કરવાના નુસખા જણાવ્યા હતા.

આ દરમિયાન તેમણે યોગાને લઇને ચર્ચા કરી હતી અને પોતાના વીડિયો શેર કરવા અંગે કહ્યું હતું. સોમવારે સવારે વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં થોડા વીડિયો અપલોડ કર્યા છે, જેમાં વિવિધ યોગાસનો અંગે કહેવામાં આવ્યું છે.

https://twitter.com/narendramodi/status/1244456351180316672

વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે ટ્વવીટમાં લખ્યું કે, કાલે મન કી બાત દરમિયાન કોઈ વ્યક્તિએ મારા ફિટનેસ રૂટીન અંગે પૂછ્યું હતું. જેથી મારા મનમાં આ યોગાના વીડિયો શેર કરવાનો વિચાર આવ્યા છે. મને આશા છે કે તમે પણ દરરોજ યોગા કરશો.

PMએ લખ્યું કે, તેઓ મેડિકલ એક્સપર્ટ કે ફિટનેશ એક્સપર્ટ નથી, પરંતુ યોગા ઘણા વર્ષોથી એમના જીવનનો ભાગ રહ્યો છે, જેનો લાભ પણ મળ્યો છે. મને આશા છે કે, તમે પણ ફિટ રહેવા માટે ઘણી રીતોનો ઉપયોગ કરતા હશો. વડાપ્રધાન મોદીએ આ સાથે જ ઘણી ભાષામાં વીડિયો અપલોડ કર્યા છે.જો કે, વડાપ્રધાન મોદીએ જે વીડિયો અપલોડ કર્યા છે, તે એનિમેટિડ છે. આ વીડિયોમાં PM મોદીનો 3D અવતાર યોગના વિવિધ આસન કરી રહ્યો છે.

Next Story