Connect Gujarat
Featured

દિલ્હી: રાજ્યસભામાં પી.એમ.મોદીની આંખમાથી નીકળ્યા આંસુ, જુઓ કોના માટે થયા પી.એમ. ભાવુક

દિલ્હી: રાજ્યસભામાં પી.એમ.મોદીની આંખમાથી નીકળ્યા આંસુ, જુઓ કોના માટે થયા પી.એમ. ભાવુક
X

રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થતાં નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ગુલામ નબી આઝાદ સાથે તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાનો ઉલ્લેખ કરતાં પી.એમ.મોદીની આંખમાં આંસુ આવી ગયા હતા.

રાજ્યસભાની કાર્યવાહી દરમ્યાન સાંસદ અને કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા હતા દરમ્યાન ગુલામ નબી આઝાદ સાથેના સંસ્મરણો વાગોળતાં તેઓ ભાવુક થઈ ગયા હતા. પી.એમ. મોદીએ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જેમાં ગુજરાતના અમુક લોકોના મોત થયા હતા.

મોદીએ કહ્યું, તે આતંકી હુમલા પછી સૌથી પહેલાં મને ગુલામ નબીજીનો ફોન આવ્યો હતો. તે માત્ર સૂચનાઓ આપવા માટેનો ન હતો. ફોન પર તેમના આંસુ રોકાતા ન હતા. તે સમયે પ્રણવ મુખરજી ડિફેન્સ મિનિસ્ટર હતા, મેં તેમને ફોન કર્યો કે, મૃતદેહો લાવવામાટે ફોર્સનું વિમાન મળી જાય તો સારુ. તેમણે કહ્યું હતું- હું વ્યવસ્થા કરી આપીશે. રાત્રે ફરી ગુલામ નબીજીનો ફોન આવ્યો. તે રાત્રે તેઓ ફોનમાં ઘરના સભ્યની જેમ ચિંતા કરી રહ્યા હતા. આ દરમ્યાન તેમની આંખમાથી આંસુ નીકળી આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈપણ પણ મુશ્કેલ છે.

Next Story