Connect Gujarat

પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું.

130 દેશોના મુખ્ય સંરક્ષણવિદ અને વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રોમાં કામ કરી રહેલા આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો.આ કોપ-13 સંમેલન 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. યજમાન ભારતને આગામી ત્રણ વર્ષ માટે કોપના અધ્યક્ષ તરીકે જાહેર કરાયું છે. આ પહેલાં ગઇકાલે ચેમ્પયીન્સ નાઇટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વન્યજીવો માટે સુરક્ષિત ઉર્જા માટે લઘુ અનુદાન કાર્યક્રમ માટે ભારત સરકારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત એવા થોડા દેશો પૈકીનું એક છે જેણે પેરિસ સંધિનું પાલન કર્યું.ભારત પર્યાવરણને નુકસાન કર્યા વગર ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારત માને છે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસના સૂત્રમાં. પશુ-પંખી સહિત કુદરતી સંસાધનોનું સંરક્ષણ ભારતની સંસ્કૃતિ અને વ્યવહારનો અતૂટ હિસ્સો છે.

Next Story
Share it