Connect Gujarat
દેશ

સમુદ્ર તટથી 4500 ફૂટની ઉંચાઈએ બન્યુ ભારતનું 100મું એરપોર્ટ, PM એ કરાવ્યો પ્રારંભ

સમુદ્ર તટથી 4500 ફૂટની ઉંચાઈએ બન્યુ ભારતનું 100મું એરપોર્ટ, PM એ કરાવ્યો પ્રારંભ
X

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ રૂપિયા 620 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિક્કિમની મુલાકાતે પહોંચ્યા છે. અહીંના પાક્યોંગ વિસ્તારમાં આવેલા રાજ્યના પહેલા એરપોર્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહ્યા. આ એરપોર્ટ સમુદ્રના તળિયેથી 4500 ફૂટની ઊંચાઈ પર બન્યું છે. વડાપ્રધાને અહીં એક જનસભા પણ સંબોધી હતી. વડાપ્રધાને કહ્યું કે આ એરપોર્ટ સાથે ભારતમાં કુલ એરપોર્ટની સંખ્યા 100 થઈ ગઈ છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66444,66445,66446,66447,66448,66449,66450,66451,66452"]

વડાપ્રધાન મોદીએ આ તબક્કે કહ્યું કે, આજની સવાર મેં સિક્કિમમાં વીતાવી. અહીંયા ઉગતો સૂરજ, ઠંડી હવા અને પ્રકૃતિ જોઇને હું પણ કેમેરામાં ફોટા પાડી રહ્યો હતો. દેશમાં નોર્થઇસ્ટનું અલગ જ મહત્વ છે. આજનો દિવસ સિક્કિમ અને દેશ માટે ઐતિહાસિક છે. આ એરપોર્ટ ખુલતાંની સાથે જ દેશમાં એરપોર્ટ્સની કુલ સંખ્યા 100 થઈ ગઈ છે. આ એરપોર્ટને ઉડાન યોજના સાથે જોડવામાં આવ્યું છે, જેનાથી ટિકિટોના ભાવ પણ સસ્તા થશે. જો કોઇ સફર એક કલાક સુધીની તો તેની ટિકિટ 2500 રૂપિયા સુધીની જ હશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સિક્કિમ ફૂટબોલની સાથે-સાથે હવે ક્રિકેટમાં પણ હાથ અજમાવી રહ્યું છે. તમારા કેપ્ટને સેન્ચુરી લગાવી છે, તે અભિનંદનને પાત્ર છે.

આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી ફક્ત 60 કિમી દૂર છે. એટલે રણનૈતિક દ્રષ્ટિએ આ એરપોર્ટને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ 620 કરોડ રૂપિયાના ખર્ચે હવાઈઅડ્ડાનું નિર્માણ કર્યું છે. આ એરપોર્ટ 201 એકરથી વધુ જમીનમાં ફેલાયેલું છે અને સમુદ્રતળથી 4500 ફૂટની ઊંચાઈ પર વસેલા પાક્યોંગ ગામથી લગભગ બે કિલોમીટર ઉપર એક પહાડીની ટોચ પર બનાવવામાં આવ્યું છે.

Next Story