Connect Gujarat
ગુજરાત

PM મોદી ફરીથી આવશે કેવડિયાની મુલાકાતે, બન્યો છે ખાસ રાજ દરબારી ટેન્ટ

PM મોદી ફરીથી આવશે કેવડિયાની મુલાકાતે, બન્યો છે ખાસ રાજ દરબારી ટેન્ટ
X

આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરે ટેન્ટ સીટી નર્મદા ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ ફરીથી કેવડિયા કોલોનીની મુલાકાતે આવનાર છે. જેની તૈયારીઓ કેવડિયા અને નર્મદા ડેમ સાઈટ પર તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટાઈપનાં ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરે ટેન્ટ સીટી નર્મદા ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવનામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના ગૃહ મંત્રીઓ અને રાજ્યના ડી.જી.પી. હાજર રહેશે. આ કોન્ફરન્સને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આ કોન્ફરન્સ ટેન્ટસિટી ખાતે યોજાશે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="74168,74169,74170,74171,74172,74173,74174"]

પ્રધાનમંત્રીનાં રાત્રી રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ તૈયાર કરાયો છે. જેમાં એક લિવિંગ રૂમ અને બે બેડરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ એ.સી. બે ફ્રિજ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. ફાઈવસ્ટાર હોટેલના સ્યુટ રૂમની વ્યવસ્થા આ દરબારી રજવાડી ટેન્ટમાં ઉભી કરાઈ.

Next Story