Connect Gujarat
ગુજરાત

PM મોદીએ સોનિયા ગાંધી વિષે કરેલા ઉચ્ચારણો અપમાનજનકઃ ભરૂચ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

PM મોદીએ સોનિયા ગાંધી વિષે કરેલા ઉચ્ચારણો અપમાનજનકઃ ભરૂચ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
X

સોનિયા ગાંધી વિશે કરેલા ઉચ્ચારણો સમગ્ર વિશ્વની મહિલાઓ માટે અપમાનજનક ગણાવતું કોંગ્રેસ

મહિલા સશકિતકરણની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીને કોંગ્રેસની 'વિધવા' જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આક્રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને વડાપ્રધાન પદની ગરિમા ન જાળવી દેશ તેમજ દુનિયાની મહિલાઓનું અપમાન કર્યું છે તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડાપ્રધાને ઉચ્ચારેલા શબ્દોનાં વિરોધમાં આજ રોજ ભરુચ જિલ્લા યુવા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભરુચ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શેરખાન પઠાણ તથા ભરુચ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને વર્તમાન કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદશન કર્યું હતું. સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું પૂતળું બાળીને આક્રોશ વ્યક્ત કરતાં પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

Next Story