Connect Gujarat
ગુજરાત

PM મોદીએ રાજકોટનાં લઘુ ઉદ્યોગકારોને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યા

PM મોદીએ રાજકોટનાં લઘુ ઉદ્યોગકારોને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યા
X

ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા.

રાજકોટના હેમુગઢવી હોલ ખાતે આજે વડાપ્રધાન મોદીએ રાજકોટના લધુ ઉદ્યોગકારોને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટિલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ સહિતાઓએ હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 100 જેટલા જિલ્લાઓના લધુ ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને રાજકોટ જીલ્લાઓનો સમાવશે કરવામાં આવ્યો છે. રાજકોટમાં આ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ સહિતના આસપાસના લઘુ ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

કાર્યક્રમ થકી પીએમ મોદીએ નાના અને મધ્યમ ઉદ્યોગના વિકાસ અને વિસ્તાર માટે શુ કરી શકાય તેમજ આ ઉદ્યોગ સાથ સંકળાયેલ બેંકના માધ્યમથી સઉ થઇ રહ્યું છે તે અંગેની વિસ્તૃત ચર્ચા રાજકોટના ઉદ્યોગકારો સાથે કરી હતી. મહત્વનું છે કે રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ સાથે નવસારીના સાંસદ સી.આર પાટીલ સહિત રાજકોટ ભાજપા હોદ્દેદારો અને ઉદ્યોગકારો તેમજ બેંક કર્મીઓએ ઉપસ્થિત રહીને પીએમ મોદીને દિલ્હીથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળ્યા હતા.

Next Story