Connect Gujarat
Featured

નર્મદા : PM મોદી દિલ્હીથી કરશે કેવડિયા રેલ્વે સ્ટેશનનું ઇ-લોકાર્પણ, કેન્દ્રીય રેલ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

નર્મદા : PM મોદી દિલ્હીથી કરશે કેવડિયા રેલ્વે સ્ટેશનનું ઇ-લોકાર્પણ, કેન્દ્રીય રેલ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત
X

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવ નિર્માણ પામનાર દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનના લોકાર્પણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલ્વે દ્વારા અલગ અલગ સ્થળોથી કેવડીયા ખાતે હવે 8 જેટલી નવી ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતેથી આ તમામ ટ્રેનનું ઇ-પ્રસ્થાન કરાવવામાં આવશે, ત્યારે આ પ્રસંગે કેવડીયા ખાતે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂસ ગોયેલ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે.

કેવડિયા ખાતે નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. જેમાં આગામી તા. 17મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા રેલ્વે સ્ટેશન અને રેલ્વે લાઈનનું દિલ્હીથી ઇ-લોકાર્પણ કરશે, ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂસ ગોયેલ અને રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા ખાતે વિશેષ ઉપસ્થિત રહેશે. જેમાં કેવડીયા રેલ્વે પ્રોજેકટ સંદર્ભે શોર્ટ ફિલ્મ, ડભોઇ-ચાણોદ-કેવડિયા રેલ્વે લાઇન અને રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ, દેશમાં 8 સ્થળો પરથી એક સાથે 8 જેટલી ટ્રેનોનું ફ્લેગ ઓફ ઓનલાઈન નિહાળશે. ત્યારબાદ કેવડિયા કોલોની ખાતે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂસ ગોયેલ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સભાને સંબોધન પણ કરશે. જોકે શરૂ થનાર 8 નવી ટ્રેનો તેના નિયત સમય પ્રમાણે કેવડિયા ખાતે પહોચે તેવું રેલ્વે વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Next Story