Connect Gujarat
Featured

અમદાવાદ: પી.એમ.નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો કરાવ્યો પ્રારંભ, જુઓ સંબોધનમાં શું કહ્યું

અમદાવાદ: પી.એમ.નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો કરાવ્યો પ્રારંભ, જુઓ સંબોધનમાં શું કહ્યું
X

દેશની આઝાદીના 75 માં વર્ષે આજે પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. પીએમ મોદીએ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ.

ભારત દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહયો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જેના ઉદ્ઘાટન માટે પીએમ મોદી સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેમેણે સો પ્રથમ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.

પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું. અને ત્યારબાદ આશ્રમની વિઝીટ બુકમાં પોતાના અનુભવ લખ્યા હતા આ પહેલા બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું. તો દેશના વિવિધ કલાકારોએ પણ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જ્યારે પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ પણ લોન્ચ કરી હતી.

પોતાના સંબોધનમાં પી.એમ.મોદીએ જણાવ્યું હતું કે હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી છે. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે અને આજની પેઢીને આ જાણવું જરૂરી છે .

સંબોધન બાદ પી.એમ.મોદીએ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ તેમજ નગરજનો જોડાયા હતા. વર્ષ 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે.

Next Story
Share it