Connect Gujarat
Featured

પીએમ નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી

પીએમ નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.

Next Story