Connect Gujarat
Featured

16 જાન્યુ.એ કેવડિયા-વડોદરા ટ્રેન સેવાનો શુભારંભ અને કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી મોદી

16 જાન્યુ.એ કેવડિયા-વડોદરા ટ્રેન સેવાનો શુભારંભ અને કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી મોદી
X

પીએમ મોદી 16થી 18 જાન્યુઆરી વચ્ચે એટલે કે ત્રણ દિવસમાં ગુજરાતના ચાર જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, PM મોદી કેવડિયા-વડોદરા વચ્ચેની ટ્રેન સેવાનો 16 જાન્યુઆરીએ શુભારંભ કરાવશે. જ્યારે કેવડિયા રેલવે સ્ટેશનનું પણ ઇ-લોકાર્પણ કરશે. તેમજ 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે.

પ્રોજેકટમાં હોટલની સાથે સાથે રેલવે સ્ટેશનનો પૂર્ણ વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં શોપિંગ મોલ, રેસ્ટોરાં સહિતની અનેક સુવિધા હશે. આ રેલવે સ્ટેશનનું નિર્માણ ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) અને રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ રેલવે સ્ટેશન અનેક રીતે મહત્ત્વનું છે, કારણ કે એ મહાત્મા મંદિર અને હેલિપેડથી વધુ નજીક છે. ગાંધીનગરમાં દર બે વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સંમેલન થાય છે. ઉપરાંત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અધિવેશન થતાં હોય છે, જેથી દુનિયાભરના લોકો આ રેલવે સ્ટેશનનો લાભ લઈ શકશે તેમજ દેશી-વિદેશી ડેલિગેટ્સને રેલવે સ્ટેશન પાસેની જ ફાઈવસ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળી શકશે.

Next Story