Connect Gujarat
Featured

અમદાવાદ : ચોરી કરવા પણ વિમાનમાં આવતા હતા ચોર, પોલીસે “VIP ચોર” ટોળકી ઝડપી પાડી

અમદાવાદ : ચોરી કરવા પણ વિમાનમાં આવતા હતા ચોર, પોલીસે “VIP ચોર” ટોળકી ઝડપી પાડી
X

રાજ્ય સહિત દેશભરના શહેરોમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીઓ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલી છે. ત્યારે અમદાવાદ પોલીસે એક વીઆઈપી ચોર ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ ઝારખંડથી પ્લેનમાં શહેરમાં આવતી હતી, અને ચોરી કરતી હતા. આ વીઆઈપી પરપ્રાંતિય ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળતા પોલીસ બેડામાં હાશકારો અનુભવાયો છે.


વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. વટવા પોલીસે બે સગીર સહિત ચાર આરોપીને ઝડપી 1.56 લાખની કિંમતના 18 મોબાઇલ કબ્જે કર્યા છે. જોકે ચોરીના મોબાઈલ ક્યાં અને કોને વેચતા હતા કે અન્ય કોઈ ગુનામા વપરાતા હતા તેની તપાસ શરૂ કરી છે.

વટવા પોલીસે દુર્ગાકરમ લોહાર અને વિક્રમ મહતો નામના બે આરોપી અને બે સગીરની ધરપકડ કરી છે. જે બન્ને આરોપી પોતાની સાથે બે સગીર બાળકોને રાખી મોબાઈલ ચોરી કરાવતા હતા. આરોપી ભીડભાડ વાળી જગ્યા પર સગીરોને સાથે રાખી મોબાઈલ ચોરી કરાવી ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપી પાસેથી 1.56 લાખના 18 મોબાઇલ કબ્જે કર્યા છે. આરોપી ઝારખંડ થી વિમાન મારફતે અમદાવાદ ચોરી કરવા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી આરોપી પહેલા કેટલી વખત ચોરી કરી ચુક્યા છે તેની તપાસ હાથ ધરી છે.


ચોરીના ગુનામા ઝડપાયેલા સગીર આરોપી મોબાઈલની ચોરી કરી દુર્ગાકરમ અને વિક્રમને સોપી દેતા હતા. બાદમા બીજો મોબાઈલ ચોરી કરતા હતા. પરંતુ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સગીરને ચોરીના સિમકાર્ડ વિનાના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતો. તેની પુછપરછ કરતા અન્ય બે આરોપી જમાલપુર પાસેથી રંગેહાથ મોબાઈલ ચોરી કરતા ઝડપાયા હતા. જેમની તપાસ કરતા અમદાવાદ, વડોદરા સહિતના ચોરીના મોબાઈલ કબ્જે કરવામા આવ્યા છે.

Next Story