Connect Gujarat
Featured

રાજકોટ: પોલીસ બસની અડફેટે મહિલાને પહોંચી ગંભીર ઇજા, ઘટના થઈ CCTVમાં કેદ

રાજકોટ: પોલીસ બસની અડફેટે મહિલાને પહોંચી ગંભીર ઇજા, ઘટના થઈ CCTVમાં કેદ
X

રાજકોટમાં પોલીસ બસે એક મોપેડ ચાલક મહિલાને કચડી અકસ્માત સર્જ્યો હતો. શહેરના પ્રકાશ ચોક વિસ્તારની ઘટનાનો સીસીટીવી વિડિયો વાઇરલ થયો છે. ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘવાતા સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડી હતી.

રાજકોટ શહેરના પ્રકાશ ચોક વિસ્તારમાં પોલીસની બસે પસાર થતી એક મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી, ત્યારે ટ્રાફિકના પાઠ ભણાવતી પોલીસની લાપરવાહીનો વિડિયો સામે આવ્યો છે. પોલીસ કર્મીઓ ભરીને જતી બસના ચાલકે મહિલા ચાલકને કચડતા લોકટોળા એકઠા થઈ ગયા હતા. મહિલા પોતાનું મોપેડ હંકારી રસ્તો ક્રોસ રહી હતી તે દરમ્યાન અચાનક પોલીસ બસ આવતા મહિલાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં અકસ્માતને પગલે લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. અકસ્માતે ગંભીર મહિલાને તાત્કાલિક કારમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જો કે આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નહીં નોંધાયાનું પણ સામે આવ્યું છે. પોલીસ બસ દ્વારા સર્જાયેલ અકસ્માતની કોઈ પણ પ્રકારની ફરિયાદ ન થતાં લોકોના મનમાં અનેક સવાલો પણ ઊભા થયા છે.

Next Story