Connect Gujarat
ગુજરાત

લો બોલો, પોલીસ સ્ટેશનમાંથી પણ ચોરોએ કરી લાખો રૂપિયાના દારૂની ચોરી!

લો બોલો, પોલીસ સ્ટેશનમાંથી પણ ચોરોએ કરી લાખો રૂપિયાના દારૂની ચોરી!
X

પોલીસે ઝડપેલા દારૂના જથ્થામાંથી આશરે ૭.૭૫ લાખની કિંમતની ૧૩૧ પેટી વિદેશી દારૂની ચોરી થવાની ઘટના

શામળાજીમાં પોલીસ મથક પરિસરમાંથી દારૂની ચોરી થઇ છે. પોલીસ મથકમાં જ ચોરી થતા સુરક્ષાના લીરેલીરા ઉડ્યાં છે.પોલીસે કન્ટેનરમાં રૂ.૭.૭૫ લાખનો દારૂ ઝડપ્યો હતો.અજાણ્યા શખ્સો કન્ટેનરનું લોક તોડી ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમજ જિલ્લા પોલીસ વડાએ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ લાઇનમાં પોલીસે પકડેલા દારૂના ટ્રકમાંથી દારૂની બોટલોની ચોરી થઇ છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે થોડા દિવસો પહેલા દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો હતો. પોલીસે ઝડપેલા દારૂના જથ્થામાંથી આશરે ૭.૭૫ લાખની કિંમતની ૧૩૧ પેટી વિદેશી દારૂની ચોરી થવાની ઘટના બની છે.

શનિવારે રાત્રે બનેલી ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં ચોરી થયાની ઘટનાએ પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઊભી કરી છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છાસવારે વિદેશી દારૂ પકડાય છે. વાર્ષીક કરોડો રૂપિયાનો દારૂ સાથેનો મુદ્દા પોલીસ જપ્ત કરે છે.

Next Story