Connect Gujarat
Featured

પોલીસમેનની હત્યાનો બદલો એન્કાઉન્ટર : ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

પોલીસમેનની હત્યાનો બદલો એન્કાઉન્ટર : ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
X

કાનપુરના બિકરૂ ગામમાં ડીએસપી સહિત આઠ પોલીસમેનની હત્યા કરનારા કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને શુક્રવારે સવારના સમયે ઉત્તરપ્રદેશની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

એક સપ્તાહ ઉપરાંતથી ત્રણ રાજયોની પોલીસને ચકમો આપી નાસતો ફરતો વિકાસ દુબે મધ્યપ્રદેશના ઉજજૈનના મહાકાલ મંદિરમાંથી નાટયાત્મક ઢબે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ઉજજૈનના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તેની કલાકો સુધી આકરી પુછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેને ટ્રાન્સીટ રીમાન્ડથી યુપી લઇ જવામાં આવી રહયો હતો. કાનપુરથી 17 કીમી દુર આરોપી વિકાસ દુબેને લઇ જતી પોલીસની વાન પલટી મારી ગઇ હતી. પછી તેણે પોલીસની ટીમ પાસેથી પિસ્તોલ છીનવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના વળતા ગોળીબારમાં વિકાસ દુબેને છાતીમાં તથા કમરમાં બે - બે ગોળી ધરબી દેવામાં આવી હતી. તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જયાં સવારે 7 વાગી અને 55 મિનિટે મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

Next Story