Connect Gujarat
Featured

અમદાવાદ : દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર રહ્યો પોલીસકર્મી, જુઓ પછી લોકોએ શું કર્યું..!

અમદાવાદ : દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર રહ્યો પોલીસકર્મી, જુઓ પછી લોકોએ શું કર્યું..!
X

લોકોમાં પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં કેટલાક એવા પોલીસકર્મીઓ પણ છે કે, જેઓ પોલીસની છબીને નહીં સુધારવા માટેની જાણે કે હઠ પકડી હોય.

મળતી માહિતી અનુસાર, કેટલાક સમય અગાઉ ફરજ ઉપર હાજર ASIનો દારૂ પીધેલી હાલતમાં વિડિયો વાઇરલ થયો હતો, તો બીજી તરફ ગત રવિવારે મોડી રાત્રે અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથક વિસ્તારમાં આવેલા કંટોડીયા વાસ કંટ્રોલ રૂમને એક પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ફરજ ઉપર હાજર હોય તેવી જાણ થઈ હતી. જોકે આ પોલીસ કોન્સ્ટેબલનો વિડિયો વાઇરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં સ્થાનિકો દ્વારા ઉતારવામાં આવેલ વિડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે દારૂ પીધેલી હાલતમાં સ્થળ પર આવીને લોકોને માર માર્યો હતો. એટલું જ નહીં આ વીડિયોમાં પોલીસ હપ્તા લેવા માટે પણ આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વિડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં વર્ષોથી દારૂ વેચાઇ રહ્યો છે અને પોલીસ હપ્તા લેવા માટે પણ આવે છે. જોકે લોકો આ વિડિયો બનાવી રહ્યા હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ રાકેશ તાવિયાડ લોકોની માફી માંગતા પણ નજરે જોવા મળ્યા હતા.

જોકે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. અંતે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે સવાલ ઉભો થાય છે કે, જો પોલીસકર્મી જ આ પ્રકારે દારૂ પીને ફરજ પર હાજર રહેશે તો દારૂબંધીનો અમલ કેવી રીતે થશે..!

Next Story