Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ઉબેણ નદીમાં જેતપુર ડાઈંગ ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ફરીવળ્યું, જુઓ પછી 7 ગામના સરપંચોએ શું કર્યું..!

જુનાગઢ : ઉબેણ નદીમાં જેતપુર ડાઈંગ ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ફરીવળ્યું, જુઓ પછી 7 ગામના સરપંચોએ શું કર્યું..!
X

રાજકોટ જિલ્લાના જેતપુર ડાઈંગ ઉદ્યોગની નાગળદાઈથી ઉબેણ નદીના પ્રવાહનું પાણી ઘણું પ્રદુષિત થઈ રહ્યું છે. જેના કારણે જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી થતાં નુકશાનને લઈને 7 ગામના સરપંચોએ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની વિવિધ ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલયુક્ત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ કેમિકલયુક્ત ઝેરી પાણીથી ઉબેણ કાંઠા પર આવેલ જુનાગઢ જિલ્લાના મજેવડી, માખીયાળા, ભીયાળ અને ઝાલણસર સહિતના 25થી વધુ ગામોની ખેતી નાશ પામી છે. તેમજ લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઇ રહ્યો છે. આ ઉપરાંત પ્રદૂષિત પાણીથી પશુધન મોતના મુખમાં ધકેલાઇ રહ્યું છે.

જોકે ઉબેણ નદીમાં ઉપરવાસમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ઉબેણ નદી હાલ ખૂબ જ પ્રદૂષિત થઈ છે. જેમાં અવારનવાર પાણી એટલી હદે દૂષિત થયું છે કે, જળચરોના પણ મૃત્યુ થવા લાગ્યા છે. તો સાથે જ આ પ્રદુષિત પાણી નજીકના ખેતરોમાં આવેલ બોર અને કૂવામાં પણ આવવા લાગ્યું છે, ત્યારે મનુષ્ય જાતિ ઉપર પાણીજન્ય રોગોનો ખતરો મંડરાઇ રહ્યો છે. જોકે પ્રાણી, પ્રકૃતિ,અને મનુષ્યને નુકશાન થવા છતાં તંત્રને જાણે કોઈની ચિંતા ન હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે આગામી સમયમાં 25થી વધુ ગામ લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Next Story