Connect Gujarat
Featured

પુડ્ડુચેરીમાં બોલ્યા પીએમ મોદી- 'ખેડુતોના ઉત્પાદનો માટે સારું બજાર મળે તે આપણી જવાબદારી'

પુડ્ડુચેરીમાં બોલ્યા પીએમ મોદી- ખેડુતોના ઉત્પાદનો માટે સારું બજાર મળે તે આપણી જવાબદારી
X

પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિવિધ પ્રોજેક્ટનો ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન પુડુચેરીના નાયબ રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજન પણ હાજર હતા. પીએમ મોદીએ જનતાને સંબોધન કરતાં કહ્યું કે ખેડુતો આખા દેશમાં નવીનતા લાવી રહ્યા છે, તેમની ઉત્પાદકોને સારૂ બજાર મળે તે સુનિશ્ચિત કરવું આપણી જવાબદારી છે અને સારા રસ્તા આમાં મદદ કરે છે.

આરોગ્ય ક્ષેત્ર પર પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આવનારા સમયમાં હેલ્થકેર ક્ષેત્ર મુખ્ય ભૂમિકા ભજવશે. સ્વાસ્થ્યમાં રોકાણ કરતા દેશો ચમકશે. આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્રને મોટો પ્રોત્સાહન મળ્યું છે. ભારતને તેની વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓની જરૂર છે. એનએચ 45-એ ની 4-લેનનો પાયો નાખ્યો છે, તે કનેક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિઓની ગતિમાં વધારો કરશે.

પીએમ મોદી આજે તમિલનાડુમાં મહત્વપૂર્ણ પાવર પ્રોજેક્ટ્સ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ કોઇમ્બતુર ખાતે રૂ. 12,400 કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તમિળનાડુમાં વડા પ્રધાન ન્યેવેલી નવા થર્મલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્લાન્ટ બે યુનિટ દ્વારા 1000 મેગાવોટ વીજ ઉત્પાદન કરશે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડ્ડુચેરીને પણ આ પ્લાન્ટનો લાભ મળશે. તમિળનાડુનો વીજળીમાં 65 ટકા હિસ્સો રહેશે.

સતનાથપુરમ-નાગાપટ્ટિનમ માર્ગનો પણ પીએમ મોદી શિલાન્યાસ કરશે. વડા પ્રધાન વી ઓ ચિદમ્બરનાર બંદર પર ગ્રીડ સાથે જોડાયેલા પાંચ મેગાવોટ સોલર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આગામી દિવસોમાં તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણી યોજાવાની છે. ઓછામાં ઓછા 1.5 લાખ લોકો કોઇમ્બતુરમાં જોડાશે તેવી સંભાવના છે.

Next Story