સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભારત પર્વની ઉજવણી
પોરબંદરની હસ્તકળા આકર્ષણનું કેન્દ્ર બની
વાંસ અને લાકડામાંથી સર્જાઈ અનોખી દુનિયા
ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની અનોખી સફર
વાંસકામ અને લાકડાના દેશી રમકડાથી પ્રવાસીઓ આકર્ષિત થયા
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ‘ભારત પર્વ-2026’માં પોરબંદરના કારીગર એન્થોની જોશેફ પોતાના અદભૂત વાંસકામ અને લાકડાના દેશી રમકડાં પ્રદર્શિત કરીને પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા ‘ભારત પર્વ-2026’માં દેશભરની સાંસ્કૃતિક વિરાસત અને હસ્તકલા છવાઈ ગઈ છે.ત્યારે આ જ પેવેલિયનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ગુજરાતના પોરબંદરના કારીગર એન્થોની જોશેફનો સ્ટોલ. જે વાંસના ટુકડા અને લાકડામાંથી આકાર આપે છે અદ્ભુત રમકડાં અને શોપીસને!1998થી કલાક્ષેત્રે સક્રિય એન્થોનીજીની આ સફર માટીકામથી શરૂ થઈ હતી.2003માં સ્થાપેલો તેમનો વર્કશોપ આજે આશરે 70 સ્થાનિક લોકોને રોજગારી આપી રહ્યો છે.
જર્મની અને મોસ્કોના પ્રેરણાપ્રવાસે તેમની કળાને નવી દિશા આપી છે. આજે ઈન્ડેક્ષ-સી અને ગુજરાત ટૂરિઝમના સહયોગથી તેમની આ કળા દેશભરના પ્રવાસીઓ સુધી પહોંચી રહી છે.
