Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટોના પોલમા ગેરરીતિ

પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટોના પોલમા ગેરરીતિ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટો ના પોલ મા મોટી ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું છે તો જવાબદારો સામે જવાબદાર તંત્ર પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવાપામી છે .

પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર માં આવેલ મત્સ્ય ઉધોગ કેન્દ્ર થી વણઝારા વાસ તરફ જતાં રસ્તા ઉપર તથા નવાધરા થી માર્કડેશ્વર મહાદેવ સુધી સ્ટ્રીટ લાઇટ ના પોલ વિકેન્દ્રીત જીલ્લા આયોજન ની ગ્રાન્ટ ૨૦૧૮|૧૯ હેઠળ વિજળી નું કામ માટે નવાધરા થી માર્કડેશ્વર મહાદેવ સુધી ૪,૮૦,૦૦૦ તથા મત્સ્ય ઉધોગ કેન્દ્ર થી રામદેવ નગર સુધી ૪,૫૦,૦૦૦ મળી કુલ-૯,૩૦,૦૦૦ ના કામમાં ગેરરીતિ થઇ હોવાનું જણાતા નગરપાલિકા ના જ કોર્પોરેટર પાલિકા સામે તથા પાલિકા ના એન્જીનીયર સામે બોયો ચડાઈ છે કે એન્જીનીયર દ્વારા તપાસ કર્યા વગર બીલ કઇ રીતે પાસ કર્યું તો નગરપાલિકા ના બાંધકામ સમિતિ ના ચેરમેન અરવિંદભાઇ પરમારે તો ઉભા કરેલ વિજ પોલ ને બહાર કઢાવી તેનું વજન પંચો ની સાક્ષી માં કરવામાં આવ્યું હતું જેમાં ૩૧ કિલો ના વજન ની જગ્યાએ માત્ર ૨૧,૭૦૦ નું વજન નિકળ્યું તો ઉભા કરવામાં આવેલા ૩૦ થાંભલા ગેલવેનાઇઝ ના બદલે લોખંડ ના પાઇપ ઉપર કલર કરેલ છે તો પાવડર કોટીંગ પણ હતું નહી તો ડેઝેલ ટેકનોલોજી હિંમતનગર અને નગરપાલિકા ના એન્જીનીયર તથા કેટલાક કોર્પોરેટરોની મીલી ભગત હોય તેવું હાલ તો જણાઇ આવે છે તો શું નગરપાલિકા એન્જીનીયર મેધનાબેન રાય દ્વારા શું તપાસ કર્યા વગર બીલ કઇ રીતે પાસ કર્યું તે પણ એક મોટો સવાલ છે ત્યારે હાલતો કેટલાક નગરપાલિકા કોર્પોરેટરો તથા નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ને જ સામે ચાલીને થયેલ ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે ગેરરીતિ આચરનારાઓ સામે ચીફ ઓફિસર સહિત તંત્ર શું એક્શન લેવામાં આવશે એ તો હવે જોવું રહ્યું.

Next Story