Connect Gujarat
Featured

રાષ્ટ્રપતિ કોવિંદે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું, મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયું

રાષ્ટ્રપતિ કોવિંદે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું, મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયું
X

અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે.જો કે, રાષ્ટ્રપતિ કોવિંદે જેવી સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સહુને સરપ્રાઈઝ કરી દીધા હતા. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. પરંતુ હવે જેવું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું કે તુરત ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે.

તો આ તરફ મોટેરા સ્ટેડિયમ નજીક સ્પોર્ટ્સ એંકલેવ નિર્માણ પામી રહયું છે જેનું નામ સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ રાખવામા આવ્યું છે જેનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યુ હતું કે આ સ્ટેડિયમને વિશ્વ કક્ષાનું બનાવવાનું સ્વપ્ન પી.એમ.નરેન્દ્ર મોદીએ જોયું હતું જે આજે સાકાર થયું છે મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.

Next Story