Connect Gujarat
Featured

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત ઉપ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત ઉપ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સહિત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામનવમીના પાવન પર્વને લઇને દેશને શુભકામના પાઠવી છે. આ તકે લોકોને શ્રીરામના વ્યક્તિત્વનું અનુસરણ કરવાના આહ્વવાન કરવાની અપીલ કરી હતી.

આ તકે રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે, ભગવાન રામનું આદર્શ જીવન સદાચાર, સહનશીલતા, સહ્રદયતા અને મૈત્રી ભાવનો સંદેશ આપે છે.

https://twitter.com/rashtrapatibhvn/status/1245554487340593153

ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ પણ ટ્વીટના માધ્યમથી રાષ્ટ્રને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત રામના આદર્શોને અનુકરણ કરવાની અપીલ કરી હતી.

https://twitter.com/VPSecretariat/status/1245516608933482496

વડાપ્રધાન મોદીએ રામનવમીના પાવન અવસર પર ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. આ સાથે જય શ્રી રામ પણ કહ્યું હતું.

https://twitter.com/narendramodi/status/1245519376335290369

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરી અને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેને વધુ જણાવ્યું હતું કે, પ્રભુ શ્રી રામનું જીવન માનવ જાતિ માટે એક આદર્શ સમાન છે.

https://twitter.com/myogiadityanath/status/1245540319921229824

Next Story